Header Ads

test

16 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):



ગણેશજીની કૃપાથી આજનો દિવસ શુભ રહેશે. તમે પુત્ર અને મિત્રો સાથે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. મિત્રો પાસેથી લાભ થશે. વૃદ્ધો અને સ્નેહીજનો સાથ મળશે.

વૃષભ(Taurus):

આજે તમે નવા કાર્યોનું આયોજન કરી શકશો. નોકરીકરતા અને વેપારીઓ માટે સારો દિવસ છે. નોકરીયાત પર ઉચ્ચઅધિકારીઓની કૃપા રહેશે. જૂના કાર્યો પૂર્ણ થશે. પ્રમોશનથી આર્થિક લાભ થઈ શકે છે.

મિથુન(Gemini):

માનસિકરૂપથી આજનો દિવસ દુવિધાઓ અને મુશ્કેલીભર્યો રહેશે. શારીરિકરૂપે અશક્ત અને આળશને કારણે કાર્યમાં ઉત્સાહ નહીં રહે. પેટના દુખાવાથી મુશ્કેલી થશે. ખોટા ખર્ચ થઈ શકે છે.

કર્ક(Cancer):

આજે તમારે ગુસ્સો કરવો નહીં. કામવૃતિ અને ચોરી જેવા અનૈતિક વિચારો પર સંયમ રાખવો કેમ કે અસંયમી હોવાનો કારણે કાર્ય બગડી શકે છે. સરકારી કર્યોમાં વિધ્ન આવી શકે છે. પરિવારમાં લડાઈ ઝઘડા ન થાય તેનું ધ્યાન રાખવું.

સિંહ(Lio):

આજનો દિવસ મધ્યમ ફળદાયી છે. દાંપત્ય જીવનમાં માથાકુટ અને વેપાર ક્ષેત્રમાં ભાગીદારો વચ્ચે મનભેદ થઈ શકે છે. સામાજિક જીવનમાં સફળતા મળશે. વિપરીત લિંગીય વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે, જેથી સાવધાન રહેવું.

કન્યા (Virgo):

ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ અને મન પ્રસન્ન રહેશે. આરોગ્યની પ્રાપ્તિ થશે. બીમાર દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો થશે. આર્થિક રીતે લાભ અને યશ મળશે. સાથે કામ કરનારા લોકોનો સહયોગ મળશે.

તુલા(Libra):

આજનો તમારો દિવસ શાંતિથી પસાર થશે. બૌદ્ધિક પ્રવૃતિઓ તથા ચર્ચામાં દિવસ પસાર થવાની સંભાવના છે. આજે કલ્પનાશક્તિ અને સર્જનાત્મકશક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ તમે કરી શકશો. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે.

વૃશ્ચિક(Scorpio):

આજનો દિવસ શાંતિપૂરિણ રીતે પસાર કરવો કેમ કે મન ચિંતાગ્રસ્ત રહેશે અને નજીકના સંબંધિઓ સાથે અનબન થઈ શકે છે. સ્વાસ્થ્યના વિષયમાં ચિંતા થશે, ધનહાનિ અને માનહાનિ થઈ શકે છે. દસ્તાવેજી કાર્યવાહીઓમાં ખાસ સાવધાની રાખવી એવું ગણેશજી કહી રહ્યા છે.

ધન(Sagittarius):

આજે તમે રહસ્યો અને આધ્યાત્મિકતાના રંગોમાં રંગાયેલા રહેશે. ભાઈબહેન સાથેનો વ્યવહાર સારો રહેશે. નવા કાર્યોની શરૂઆત માટે સારો સમય છે. મિત્રો અને સ્નેહીજનો સાથે મુલાકાત થશે. નાના પ્રવાસનું આયોજન થઈ શકે છે.

 મકર(Capricorn):

આજે તમે શેર માર્કેટના સટ્ટા તથા વેપારમાં રોકાણ કરી શકો છો. અચાનક ધનલાભ થવાની આશંકા છે. પરિવારજનો સાથે વિવાદથી ગૃહસ્થ વાતાવરણ બગડી શકે છે. ગૃહિણીઓને માનસિક અસંતોષ રહેશે.

કુંભ(Aquarius):

આજે તમે શારીરિક અને માનસિકરૂપે ઉત્સાહિત રહેશો. આર્થિક રીતે આજનો દિવસ ફળદાયી છે. ઘરના લોકો અને મિત્રો સાથે બહાર જવાનો પ્લાન થઈ શકે છે. ગિફ્ટ મળી શકે છે. દાંમ્પત્ય જીવન સુખમય રહેશે.

No comments