Header Ads

test

મોબાઈલ, લેપટોપે હરામ કરી ભારતીયોની ઊંઘ: સર્વે

1/5કયા કારણે નથી આવતી ઊંઘ?


નવી દિલ્લી: ટેક્નોલોજીના વધતા લગાવને કારણે ભારતીયો સારી ઊંઘ નથી લઈ શકતા. મોટાભાગના ભારતીયો ગાઢ નિંદ્રાને બદલે એક્સર્સાઈઝને પ્રાથમિકતા આપી રહ્યા છે. ફિલિપ્સના ગ્લોબલ સર્વે અનુસાર 32 ટકા ભારતીયોએ સ્વીકાર્યું કે મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યૂટર જેવા આધુનિક ઉપકરણોને કારણે તેઓ ઊંઘી નથી શકતા. જ્યારે 19 ટકા ભારતીયોએ કહ્યું કે કામના વધેલા કલાકો ઓછી ઊંઘ માટે જવાબદાર છે.

2/5ઊંઘના બદલે કસરતને પ્રાથમિકતા

સર્વેમાં બહાર આવ્યું કે 66 ટકા ભારતીયો એવું માને છે કે ઊંઘ કરતાં વધારે કસરત તેમને ફીટ રાખે છે. સર્વે અનુસાર 45 ટકા ભારતીયો સારી ઊંઘ માટે મેડિટેશન કરે છે, જ્યારે 24 ટકા ભારતીયોએ વિશેષ રીતે ઊંઘવાનો વિકલ્પ પસંદ કર્યો.

3/558 ટકા લોકો ચિંતાના કારણે નથી ઊંઘી શકતાં

વૈશ્વિક સ્તરે 26 ટકા લોકો અનિંદ્રાથી પીડાય છે, જ્યારે 21 ટકા લોકોની ઊંઘ નસકોરાંના કારણે બગડે છે. ચિંતા અને ટેકનોલોજીએ ફેલાવેલી ગરબડથી સારી ઊંઘ નથી લઈ શકાતી. સારી ઊંઘ માટે 36 ટકા લોકો મ્યુઝિક સાંભળવાનું પસંદ કરે છે. આ સિવાય 32 ટકા લોકો જાગવા-ઊંઘવાનું શિડ્યુલ ફોલો કરે છે.

4/546 ટકા લોકો થાક અનુભવે છે

આ સર્વેમાં 13 દેશોના 15 હજાર વયસ્કોનો સમાવેશ કર્યો હતો. આ દેશોમાં અમેરિકા, બ્રિટન, જર્મની, પોલેંડ, ફ્રાંસ, ભારત અને ચીન સહિતના અન્ય દેશ સામેલ હતા. પૂરતી ઊંઘ ન મળતાં વિશ્વના 46 ટકા લોકો થાક અનુભવે છે. 41 ટકા ભારતીયોનું વર્તન ચીડિયું બન્યું છે, 39 ટકા લોકોમાં મોટિવેશનની ખોટ છે તો 39 ટકા લોકો ધ્યાનકેંદ્રિત નથી કરી શકતા.

5/5ઊંઘ ન આવવાની બીમારીથી 10 કરોડ લોકો પીડિત

સર્વે અનુસાર સારી અને પૂરતી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. વૈશ્વિક સ્તરે 10 કરોડ લોકો સારી ઊંઘ ન લઈ શકવાની બીમારીનો ભોગ બન્યા છે. જેમાંથી 80 ટકા લોકોએ આ બીમારીની સારવાર નથી કરાવી. 30 ટકા લોકો બહુ પ્રયાસો પછી ઊંઘી શકે છે.

No comments