Header Ads

test

સલમાને બે-બે ફિલ્મો ઑફર કરી, આ એક્ટ્રેસે પાડી દીધી ના!

16 માર્ચે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘રેડ’માં ઈલિયાના ડિક્રૂઝ અજય દેવગણ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ફિલ્મમાં અજય ઈન્કમ ટેક્સ ઑફિસરની ભૂમિકામાં જ્યારે ઈલિયાના તેની પત્નીના રોલમાં દેખાશે. ‘બાદશાહો’ બાદ બંને ફરી એકવાર આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ઈલિયાનાએ પોતાના બોલિવૂડ કરિયર વિશે ઘણી રસપ્રદ વાતો કહી. તેણે જણાવ્યું કે, તેને સલમાન સ્ટારર બે ફિલ્મોમાં કામ કરવાની ઑફર મળી ચૂકી છે પણ કોઈ કારણોસર તે આ ફિલ્મો કરી શકી નહીં.

બોલિવૂડ સાથે જોડાયેલી એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર, ઈલિયાનાએ કહ્યું કે, તે ભવિષ્યમાં સલમાન સાથે કામ કરવા માટે ઘણી ઉત્સુક છે અને તે એક સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહી છે. ઈલિયાનાએ કહ્યું કે, તે સલમાન સાથે ફિલ્મ ‘વૉન્ટેડ’થી ડેબ્યૂ કરવાની હતી, પરંતુ વાત જામી નહી. ત્યારબાદ તેને ‘કિક’ માટે અપ્રોચ કરવામાં આવી હતી અને આ વખતે પણ તે કામ કરી શકી નહીં. જોકે, તેણે કહ્યું કે, ‘મને આશા છે કે, ભવિષ્યમાં મને સલમાન સાથે કામ કરવાની તક મળશે.’

2012માં રણબીર કપૂર સાથે ‘બરફી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી ઈલિયાનાએ અત્યાર સુધી ‘રુસ્તમ’, ‘બાદશાહો’, ‘મૈ તેરા હીરો’, ‘મુબારકાં’, ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈલિયાનાએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં બોલિવૂડમાં ચાલતા કાસ્ટિંગ કાઉચ વિશે પણ વાત કરી હતી, જેમાં તેને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

No comments