Header Ads

test

આ માટે આલિયા પપ્પા જેવા બોય સાથે નથી લગ્ન કરવા માગતી!

બોલિવુડની ચુલબુલી એક્ટ્રેસ આલિયા ભટ્ટનો આજે 25મો બર્થ ડે છે. 15 માર્ચ 1993માં મુબઈમાં તેનો જન્મ થયો હતો. બોલિવુડમાં 6 વર્ષની કારિકિર્દીમાં આલિયા એક સફળ એક્ટ્રેસ તરીકે ઓળખાય છે. પપ્પા મહેશ ભટ્ટની દીકરી તરીકે નહીં પરંતુ પોતાની મહેનત અને કામ પ્રત્યે સમર્પણના કારણે આજે આલિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમામ એક્ટ્રેસને જોરદાર ટક્કર આપી રહી છે. ત્યારે ચાલો આજે જન્મદિવસના મોકે આલિયા વિષે તમને જણાવીએ એવી કેટલીક વાતો જે નહીં જાણતા હોવ.


નિકનેમ છે આલૂ




આલિયાનું નિકનેમ આલૂ છે. ઘરમાં સૌથી નાની હોવાના કારણે બધાની ખૂબ લાડકી છે આલિયા. તેના પિતા મહેશ ભટ્ટ એક જાણિતા ફિલ્મ મેકર છે અને માં સોની રાજદાન એક એક્ટ્રેસ.

સંઘર્ષમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કર્યું કામ



આલિયાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે 1999માં ફિલ્મ સંઘર્ષમાં કામ કર્યું છે. જેમાં તેણે પ્રિતિ ઝિંટાના બાળપણનો રોલ અદા કર્યો હતો.

2012માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કર્યું આગમન



કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ દ્વારા 2012માં આલિયાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં રોલ માટે 500 જેટલી ગર્લ્સના ઓડિશન લેવામાં આવ્યા હતા. જેમાંથી આલિયાને સિલેક્ટ કરવામાં આવી હતી. પરંતુ તેની સામે શરત રાખવામાં આવી હતી કે ફિલ્મ માટે 3 મહિનામાં તેણે 16 કિલો વજન ઉતારવું પડશે.

No comments