મિશન 2019: UP સહિત 7 રાજ્યોમાં ભાજપને 2014 જેવી સફળતા મળવી મુશ્કેલ
મોહમ્મદ નદીમ, નવી દિલ્હીઃ ‘મિશન 2019’ની તૈયારીમાં લાગી ગયેલા ભાજપ માટે હાલ સૌથી પડકારજનક 7 રાજ્યો લાગી રહ્યા છે, જે 2014માં તેમની સફળતા માટે માઈલ સ્ટોન સાબિત થયા હતા. ભાજપને આખા દેશમાં 282 બેઠકો મળી હતી જેમાંથી 196 બેઠકો UP, મહારાષ્ટ્ર, બિહાર, ગુજરાત, આંધ્ર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મળી હતી. આ સાત રાજ્યોને મહત્વ એટલા માટે આપવામાં આવી રહ્યું છે કારણ કે કુલ 543 લોકસભા બેઠકોમાંથી 273 બેઠકો આ સાત રાજ્યમાંથી આવે છે. એટલે કે 36 ટકા ભાગનું પ્રતિનિધિત્વ આ રાજ્યો કરે છે. આ રાજ્યોમાંથી 44 બેઠકો ભાજપની સહયોગી પાર્ટીઓને મળી હતી.
આ રાજ્યોમાં ભાજપ માટે સ્થિતિ અનુકૂળ ન દેખાવાનું કારણ અલગ-અલગ છે. ક્યાંક નવા સામાજિક સમીકરણોએ ભાજપ માટે પડકાર ઉભો કર્યો છે તો ક્યાંક સહયોગી સાથેના તાલમેલના વાંધા પડી રહ્યા છે.
ગઢમાં હલચલ
ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા બેઠકો છે. 2014માં ભાજપને અંહીંથી 71 અને સહયોગી દળોને બે બેઠકો જીતવામાં સફળતા મળી હતી, હવે અહીં SP-BSP વચ્ચેનું અંતર ઘટવાના કારમે સમીકરણો પલટાવાનું નક્કી છે. ગોરખપુર અને ફુલપુરની પેટાચૂંટણીમાં તેની ઝલક જોવા મળી. આ બન્નેના વોટ એકબીજામાં ટ્રાન્સફર પણ થઈ જાય છે. રાજ્યમાં મોસ્ટ બેકવર્ડનું સૌથી મોટું હથિયાર ભાજપનું હતું, તેને ગઠબંધન હથિયાર બનતું દેખાઈ રહ્યું છે. પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટી (SP)ને બન્ને બેઠકો પર મોસ્ટ બેકવર્ડ ઉમેદવાર જ હતા અને દાવ સફળ થયો.
મહારાષ્ટ્ર માં જૂના સાથી આપી શકે છે ડામ
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ બાદ સૌથી મોટું રાજ્ય મહારાષ્ટ્ર છે. આ રાજ્યમાં 48 બેઠકો છે. પાછલી લોકસભા ચૂંટણીમાં અહીં ભાજપને 43 અને સહોયોગી શિવસેનાને 18 બેઠકો મળી હતી, પણ ભાજપ શિવસેના વચ્ચે વધી રહેલા અંતરથી ભાજપને નુકસાન થઈ શકે છે.
બિહારમાં સોશિયલ એન્જિનિયરિંગની જરુર
બિહારથી લોકસભાની 40 બેઠકો છે. પાછલી લોકસભા ચૂંટણીમાં 22 અને તેમના સહયોગી દળને 9 બેઠકો મળી હતી. આરજેડી અને કોંગ્રેસના ગઠબંધને ચૂંટણી લડવાની હતી જ્યારે જેડીયું અલગ લડી રહ્યું હતું.હવે જેડીયુ ભલે ભાજપ સાથે છે પણ બે કારણે ભાજપની બિહારમાં મુશ્કેલી વધી રહી છે. પહેલું લાલુ પ્રસાદ યાદવ પરંપરાગત મુસ્લિમ અને યાદવ વોટબેંક સિવાય દલિત અને અતિ પછાત પર ફોકસ કરી રહ્યા છે. જીતનરામ માંઝીનું તેમની સાથે આવવું આજ વાતનો સંકેત છે. પેટાચૂંટણીમાં RJDની જીત પાછળ નવા સામાજિક સમીકરણ જ મહત્વની ભૂમિકામાં હતા. બીજી મુશ્કેલી સહયોગી ઉપેન્દ્ર કુશવાહ તરફથી આવી રહ્યા છે. અતિ પછાત જાતિ પર પ્રભાવ રાખનારા કુશવાહ સાથે મળીને લોકસભા ચૂંટણી લડવું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.
Post a Comment