Header Ads

test

ભારતે આપ્યો હતો 86 રનનો ટાર્ગેટ, ઈંગ્લેન્ડે બનાવ્યા 210!




1/4ટાર્ગેટ કરતા બનાવ્યાં વધુ 124 રન


મહિલા ક્રિકેટમાં ભારત એ અને ઈંગ્લેન્ડની ટીમ વચ્ચે મંગળવારે (20 માર્ચ)ના રોજ મુંબઈમાં પ્રેક્ટિસ મેચ રમાયો હતો. આ મુકાબલામાં ભારત હાર્યું હતું પરંતુ રસપ્રદ વાત એ રહી કે સામેની ટીમે ટાર્ગેટ કરતાં પણ 124 રન વધારે બનાવ્યાં હતાં. આ વાંચીને તમને વિશ્વાસ નહીં આવે પરંતુ એક મેચમાં આવું જ થયું હતું.

2/4ભારતે આપ્યો 86 રનનો ટાર્ગેટ

ભારતે પહેલા બેટિંગ કરતાં 20-20માં 9 વિકેટ ગુમાવીને 85 રન બનાવ્યાં હતાં. જોકે, ઈંગ્લેન્ડે 8.3 ઓવર્સમાં જ જીત મેળવી હતી. પરંતુ ટીમે મેચ ચાલુ રાખવાનો નિર્ણય રાખ્યો હતો. આમ કરવા પાછળનું કારણ એવું હતું કે વોર્મ અપ મેચ હોવાથી મહેમાન ટીમને તેની ક્ષમતાઓ ઓળખવી હતી. જેથી 20 ઓવર સુધી બેટિંગ કરી હતી.

3/4ઈંગ્લેન્ડની શાનદાર રમત

આટલું જ નહીં આ મુકાબલામાં 9 ખેલાડીઓએ બોલિંગ પણ કરી હતી. ઇંગ્લેન્ડની મહિલા ટીમે આગામી ટી20 ત્રિકોણીય સીરિઝ પહેલા આયોજીત થયેલા અભ્યાસ મેચના શરૂઆતની મેચમાં ભારત એને 45 રનથી હાર આપી હતી. ઈંગ્લેન્ડની ટીમે બેટિંગ અને બોલિંગ બન્નેમાં શાનદાર રમત બતાવી હતી

4/4ત્રીજી ટીમ ઓસ્ટ્રેલિયા

આ ત્રિકોણીય સીરિઝમાં યજમાન ભારત અને ઈંગ્લેન્ડ ઉપરાંત ત્રીજી ટીમ ઓસ્ટ્રેલિયા છે. ઈંગ્લેન્ડની મહિલા ટીમે બ્રેબોર્ન સ્ટેડિયમમાં ચાર વિકેટ પર 176 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો જ્યારે યજમાન ટીમને 131 રનમાં જ સમેટી હતી.




No comments