સૂર્ય મીન રાશિમાં, જાણો કઈ રાશિ પર કેવો પ્રભાવ પડશે
1/13સૂર્ય મીન રાશિમાં આવવાથી 7 રાશિઓને ફાયદો

સૂર્ય દરેક રાશિમાં એક મહિના માટે આવે છે તે રીતે 12 મહિના પૂર્ણ થાય છે. 14માર્ચે 11 વાગ્યેને 42 મિનિટે સૂર્ય બારમી અને અંતિમ મીન રાશિમાં આવ્યો છે. આ પહેલાથી આ રાશિમાં શુક્ર અને બુધ બિરાજમાન છે. સૂર્યના આ રાશિમાં આવવાથી ત્રણ ગ્રહોનો સંયોગ બનશે તેનાથી તમારી રાશિ પર કેવો પ્રભાવ પડશે જાણો..
2/13મેષ
સૂર્ય તમારી રાશિથી 12મા ઘરમાં હશે જેનાથી આ રાશિના લોનો સમય સારો રહેશે. વિદેશ યાત્રી કે પ્રવાસ સફળ રહેશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશે. ખર્ચમાં વૃદ્ધિ થશે. સંતાનના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઈચ્છિત પરિણામ મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે. કેટલાક જાતકોના સ્થાન પરિવર્તનની સંભાવના છે.
3/13વૃષભ
સૂર્ય તમારી રાશિથી 11મા ઘરમાં હશે. આ દરમિયાન તમારે ઘરથી દૂર રહેવું પડી શકે છે. પ્રોપર્ટી સંબંધિત મામલામાં લાભ થશે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. સરકારી ક્ષેત્રથી લાભની આશા કરી શકો છો. મોટા ભાઈ-બહેનની ચિંતા રહી શકે છે. બાળકોના કારણે ઘરમાં ચિંતાનો માહોલ બનેલો રહેશે. કેટલીક નવી બાબતો શીખવાની કોશિશ કરશો.
4/13મિથુન
સૂર્યનું ગોચર તમારી રાશિથી દસમાં ઘરમાં છે, તેનાથી કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ થશે અને તમામ મોટા અધિકારીઓનો સહયોગ મળશે. આ દરમિયાન તમારી દૃઢતા સફળતાના નવો માર્ગ મળશે. તમારી પ્રમોશનનો સંયોગ પણ બનતો દેખાઈ રહ્યો છે. ઘરેલું જીવનમાં કેટલીક મુશ્કેલી આવી શકે છે જેના કારણે કાર્યક્ષેત્રમાં તમારુ ફોકસ ઓછું થઈ શકે છે. તમારી માતા કે જીવનસાથીની માતાની તબીયત નરમ રહી શકે છે, જેના કારણે તમે ચિંતિત થઈ શકો છો.
5/13કર્ક
સૂર્યના આ ગોચરથી ધનલાભમાં વૃદ્ધિ થશે અને કિસ્મત પણ સાથ આપશે. માન-સન્માનમાં વધારો થશે. પિતાની સાથે સંબંધોમાં તણાવ પેદા થઈ શકે છે.પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. કોઈ લાંબી યાત્રા કે તીર્થ સ્થળ પર જવાનો યોગ દેખાઈ રહ્યો છે. ધાર્મિક કાર્યો પ્રત્યે રુચી વધશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ભાઈ-બહેનની સાથે સારો સમય વિતાવશો. આ રીતે સંપૂર્ણ સમય માટે સકારાત્મક પ્રભાવ લઈને આવશે છે.
6/13સિંહ
સૂર્ય તમારી રાશિમાં આઠમા સ્થાનમાં ગોચર કરશે જેના કારણે તમારા નેત્ર સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. જેની સાથે બગડતા સ્વાસ્થ્યની ચિંતા પણ રહેશે. કાર્યક્ષેત્રમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેમાં પહેલાની જેમ વરિષ્ઠ અધિકીરીઓનો સહયોગ પ્રાપ્ત નહીં થાય. તમારે કોઈ પણ જાતના વિવાદથી બચીને રહેવાની જરુર. તમારી જીવનમાં સંતુલન બનાવી રાખવાની જરુર છે.
7/13કન્યા
સૂર્યની રાશિથી સાતમા ઘરમાં આગમન વિદેશ સંબંધિત કાર્યમાં પ્રગતિ થશે. જીવનસાથી પાસેથી પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. જોકે, તે તમારા માટે સમર્પિત રહેશે, પણ તેમના ઉગ્ર અને હાવી સ્વભાવ હોવાના કારણે સંબંધો પર અસર પડી શકે છે. કાર્યક્ષેત્રમાં પહેલાની અપેક્ષાએ વધુ ધ્યાન આપીને કામ કરાવની જરુર છે. કોઈ પણ રીતે વિવાદથી દૂર રહેવું જોઈએ. જો જાતક પાર્ટનરશિપમાં કાર્ય કરે છે, તેમના માટે કોઈ પણ ડીલને ફાઈનલ કરતા પહેલા બધું ચકાસી લેવું તમારા માટે સારું રહેશે.
8/13તુલા
સૂર્ય તમારી રાશિના છઠ્ઠા ઘરમાં ગોચરથી સંપત્તિને હાની થઈ શકે છે. તાવ, માથાનો દુખાવો અને આંખ સંબંધિત સમસ્યાઓના કારણે પરેશાની થઈ શકે છે. પિતાને કાર્યક્ષેત્રમાં લાભ મળશે. કોઈ મહિલા સાથેના સંબંધ સુધારવામાં સમસ્યા આવી શકે છે. કાયદાકીય મામલામાં નિર્ણય તમારા હકમાં આવી શકે છે અને સાથે જ કાર્યક્ષેત્રમાં સફળ રહેશો. સખત મહેનતનું ઈચ્છિત ફળ પ્રાપ્ત થશે, શત્રુઓ પર વિજય મેળવી શકશો.
9/13વૃશ્ચિક
તમે કાર્યક્ષેત્ર બદલવાનું વિચારી શકો છો. સંતાન ને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે. જો જાતક સરકારી નોકરી સાથે જોડાયેલા છે તો તેમને લાભ થઈ શકે છે. તમારી મહેનત રંગ લાવશે અને કમાણીમાં વૃદ્ધિ થશે. પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે સારા સબંધની શરુઆત થશે. સમાજમાં માન-સન્માન વધશે. સંતાન સંબંધિત સમસ્યાઓના કારણે તણાવમાં રહેશો.
10/13ધન
સૂર્ય તમારા ચોથા ઘરમાં ગોચર કરવાનો છે, જેના કારણે પરિવારમાં માન-સન્માન વધશે. આ સાથે જ તમારા સ્વભાવમાં વર્ચસ્વનો ભાવ હાવી રહી શકે છે. ઘરેલુ જીવનમાં ઉતાર-ચઢાવની સ્થિતિ પેદા થઈ શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. જો સરકારી નોકરી છે તો સરકાર તરફથી ગાડીનું સુખ મળી શકે છે. સંપત્તિ સંબંધિત ચાલતો વિવાદ દૂર થશે અને તમારા ક્રોધ પર નિયંત્રણ આવશે.
11/13મકર
સૂર્ય તમારા ત્રીજા ઘરમાં આગમન કરશે જેનાથી પિતા અને ભાઈ-બહેનના સ્વાસ્થ્યની ચિંતા કરવી પડી શકે છે. જોકે, આ દરમિયાન તમારી દૃઢ ઈચ્છાશક્તિથી બગડેલા કામ બનશે. નોકરી બદલવા અંગે વિચારી શકો છો. જેમાં વરિષ્ઠ અધિકારીઓ પણ પૂર્ણ સહયોગ આપશે. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકો માટે આ સમય ઘણો લાભકારી સિદ્ધ થશે. નાની-મોટી યાત્રા કરવી પડી શકે છે. આ દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરુર છે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે.
12/13કુંભ
સૂર્યના બીજા ઘરમાં પ્રવેશના કારણે વાણીમાં કઠોરતા અને ઉગ્રતાની વૃદ્ધિ થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે વિવાદ અને તણાવ પેદા થઈ શકે છે. જોકે, જીવનસાથીના કાર્યક્ષેત્રમાં આર્થિક તથા વ્યવસાયિક લાભ થઈ શકે છે. પણ પરિવારમાં કોઈ નજીકની વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે. એવામાં તમારે બેકાર વિવાદથી બચવું અને ગુસ્સો ન કરવાની ગણેશજી સલાહ આપે છે.
13/13મીન
સૂર્ય તમારી રાશિમાં પ્રવેશ કરવાનો છે જેના કારણે લોકોને તમારો ઉગ્ર સ્વભાવનો પરિચય થઈ શકે છે. એવામાં સરાકરી વિભાગથી કોઈ લાભ પણ પ્રાપ્ત થઈ શકે છે. જોકે, આ દરમિયાન તાવ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓના કારણે સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે, પણ તમારી કઠોર વાણીના કારણે ખટાસ આવી શકે છે. માતા સંબંધિત સગા-વહાલા વચ્ચેનું અંતર ઘટશે. પ્રોફેશનલ જીવનમાં લક્ષ્ય પ્રાપ્તિ માટે વધારે પ્રયાસ કરવો પડી શકે છે.
Post a Comment