Header Ads

test

આ સરળ રીતે કોટનના કપડાને ઓળખો છેતરાશો નહીં



ઉનાળામાં ખાવા-પીવાની સાથે કેવા કપડા પહેરવા જોઈએ તેની પર ખાસ દરકાર રાખવામાં આવતી હોય છે. બધાને ચિંતા એ વાતની હોય છે સુતરાઉ (Cotton) કપડાને ઓળખવું કઈ રીતે. ઘણાં ઓછા લોકો હશે તેમને કપડું હાથમાં આવતાની સાથે તેની બનાવટ અંગે ખ્યાલ આવી જતો હોય છે. જો તમને આ બધું નહીં ખબર હોય તો આ સરળ રીતે પણ તમે કોટનને ઓળખી શકશો.

કોટન ખરીદવામાં છેતરાઈ જશો


કપડાની ઓછી ઓળખના કારણે કોટનની ખરીદતી વખતે છેતરાઈ જવાની સંભાવનાઓ વધુ રહે છે. હવે ગરમીમાં સુતરાઉ કપડું પહેરવાનું વિચારી રહ્યા હોવ તો આ રીતે કપડાને ઓળખતા શીખી લો.

આ ટિપ્સ ઉપયોગી થશે

બજારમાં મળતા શર્ટ, પેન્ટ, ટી-શર્ટ વગેરે વિવિધ રંગોની સાથે વિવિધ કપડામાં પણ મળે છે. તેની સાચી ઓળખ અંગે તમને ખાસ ખ્યાલ ન આવતો હોય તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી બનશે.
આ રીતે કોટનને ઓળખો
સુતરાઉ કાપડને ઓળખવા માટે તેને કિનારા પરથી થોડું ફાડવાની કોશિશ કરો, જો કપડું સરળ રીતે ફાટી જાય તો તેનો મતલબ છે કે તે કોટનનું જ છે.

આ રીતે કોટનને ઓળખો

આ સિવાય કોટનના કપડાની સાચી ઓળખ માટે તેનો સહેજ છેડો ફાડીને તેને સળગાવો. જો કપડું સળગી જાય અને રાખ રહી જાય તો સમજવું કે તે કોટન છે.

સમજવું કે મિલાવટ છે

આ સિવાય ખાસ ધ્યાન રાખો કે કપડું સળગાવ્યા પછી જો ગાંઠ વધે તો કપડું કોટન છે પણ તેમાં બીજું કપડાની મિલાવટ કરવામાં આવી છે.

No comments