Header Ads

test

બોટલનું પાણી પીઓ છો? જાણો, કઈ બ્રાન્ડમાં હોય છે કેટલું પ્લાસ્ટિક?

જો તમે પીવા માટે બોટલના પાણીનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન થઈ જાઓ. તમે જે પાણીનો ઉપયોગ કરી રહ્યા છો, તેમાં પ્લાસ્ટિકના કણ હોઈ શકે છે. દુનિયાભરમાંથી લેવામાં આવેલા બોટલના પાણીના 90 ટકા સેમ્પલમાં પ્લાસ્ટિકના કણ મળી આવ્યા છે.




11 બ્રાન્ડ પર રિસર્ચ


ન્યૂ યોર્કની સ્ટેટ યૂનિવર્સિટીના રિસર્ચર્સે 9 દેશોમાં વેચાતી 11 બ્રાન્ડ્સની 250 બોટલ્સનું ટેસ્ટિંગ કર્યું. ભારત સિવાય ચીન, અમેરિકા, બ્રાઝીલ, ઈન્ડોનેશિયા, કેન્યા, લેબનન, મેક્સિકો અને થાઈલેન્ડના સેમ્પલની તપાસ કરવામાં આવી.

1 લીટર પાણીમાં પ્લાસ્ટિકના કેટલા કણ?

  • એક્વા- ઈન્ડોનેશિયા- 4713
  • એક્વાફિના-અમેરિકા, ભારત- 1295
  • બિસ્લેરી- ભારત- 5230
  • ડાસાની-અમેરિકા, કેન્યા- 335
  • ઈપ્યૂરા- મેક્સિકો- 2267
  • ઈવ્લૈન- ફ્રાન્સ- 256
  • ગીઑસટાઈના- જર્મની- 5160
  • મિનાલ્બા- બ્રાઝીલ- 863
  • નેસ્લે પ્યોર લાઈફ- અમેરિકા, થાઈલેન્ડ- 10390
  • સન પેલેગ્રીનો- ઈટલી- 74
  • વાહાહા- ચીન- 731

ભારત બીજા ક્રમાંકે

આંકડા પરથી સામે આવે છે કે, અમેરિકા અને થાઈલેન્ડમાં વેચાતા બોટલ્ડ પાણી નેસ્લે પ્યોર લાઈફમાં સૌથી વધારે પ્લાસ્ટિકનું પ્રમાણ જોવા મળ્યું. ત્યારપછી બીજા ક્રમાંકે ભારતની કંપની બિસ્લેરી આે છે, જેમાં 1 લીટર પાણીમાં 5230 પ્લાસ્ટિકના કણ મળી આવ્યા.

પેકેજિંગ

રિસર્ચર્સનું માનવું છે કે, બોટલ્ડ વોટરમાં આ પ્રદૂષણ પેકેજિંગ દરમિયાન વધે છે. પ્લાસ્ટિકના જે કણો મળી આવ્યા છે તેમાં પૉલીપ્રોપાઈલીન, નાયલૉન અને પૉલીઈથાઈલીન ટેરેપથાલેટ શામેલ છે. આ દરેકનો ઉપયોગ બોટલનું ઢાંકણું બનાવવામાં થાય છે.

નળનું પાણી વધારે સુરક્ષિત


એક સ્ટડી અનુસાર, નળનું પાણી બોટલના પાણી કરતા વધારે સુરક્ષિત છે. 1 લીટરની પાણીની બોટલમાં સરેરાશ 10.4 માઈક્રોપ્લાસ્ટિકના કણ હોય છે. આ નળના પાણીમાંથી મળી આતા માઈક્રોપ્લાસ્ટિકના કણ કરતા બમણા હોય છે.
(AFPના ઈનપુટ્સ સાથે)

No comments