ચહેરા પરથી અણગમતા તલ દૂર કરવા હોય તો આટલું કરો
1/7કોસ્મેટિક સર્જરીની જરુર નથી

ઘણાં લોકોને ચહેરા પર તલ હોય તે ગમતું હોય છે, પરંતુ અમુક વાર ચહેરા પર ઘણાં બધા તલ હોય છે જે ચહેરાની સુંદરતામાં ઘટાડો કરે છે. આવા અણગમતા તલ દૂર કરવા માટે લોકો કોસ્મેટિક સર્જરી પણ કરાવતા હોય છે, જેના સાઈડ-ઈફેક્ટ્સ પણ હોય છે. પરંતુ તમે અમુક ઘરગથ્થુ ઉપાય કરીને પણ આ તલ દૂર કરી શકો છો.
2/7લસણનો પ્રયોગ

લસણની મદદથી તલ દૂર કરવા માટે તમારે જોઈશે લસણની કળી અને કોટનનું કપડું.
3/7કઈ રીતે કરશો?
- સૌથી પહેલા લસણની કળીને પીસીને પેસ્ટ તૈયાર કરી લો.
- જ્યાંથી તમે તલ હટાવવા માંગતા હોવ ત્યાં આ પેસ્ટ લગાવો.
- તલ પર પેસ્ટ લગાવ્યા પછી તેના પર સુતરાઉ કાપડ બાંધો.
- આ કપડું આખીરાત બાંધેલુ રાખો.
4/7ખાસ ધ્યાન રાખો..
- સારું રિઝલ્ટ મેળવવા માટે આ ઉપયાગ દિવસમાં 2-3 વાર અને અઠવાડિયામાં 3 વાર કરો.
- ધ્યાન રાખો કે પેસ્ટને કારણે પહેલા દિવસે તલ પર પોપડો બનશે. યાદ રાખો કે આ પોપડો હાથથી ન હટાવતા.
5/7સફરજનના સરકાનો ઉપયોગ
આ સિવાય તમે સફરજનના સરકાનો પણ ઉપયોગ કરી શકો છો. આના માટે તમારે એપલ સાઈડર વિનેગર, રુ અને ટેપ જોઈશે.
6/7કઈ રીતે કરશો?
સૌથી પહેલા રુને સરકામાં નાથીને તલ પર લગાવો. ત્યારપથી સરકામાં પલાળેલા રૂને તલ પર ચોંટાડી રાખવા માટે મેડિકલ ટેપનો ઉપયોગ કરો. 5-6 કલાક સુધી તેને લગાવી રાખો.
7/7ક્યાર સુધી કરશો?
જ્યાં સુધી તલ પર પોપડો ન થાય ત્યાં સુધી તે સ્થળને સાફ કરીને એપલ વિનેગરલ તલ પર લગાવતા રહો. ઉલ્લેખનીય છે કે સફરજનના સરકામાં ઉપલબ્ધ એસિડ તલને ડ્રાય કરી નાખે છે અને ધીરેધીરે તે ગાયબ થઈ જાય છે.
Post a Comment